અંજાર તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોમિત્રોને જણાવવાનું કે આપની સ્કૂલમાં થતી નવિન પ્રવૃતિઓ અમને અહિં મૂકવા માટે kavirajni@yahoo.com પર મોકલાવો..

Friday 13 February 2015

સી.આર.સી.અંજાર-૧૧ ક્લસ્ટરની ક્વિઝ સ્પર્ધા

અંજાર-૧૧ ક્લસ્ટરની શાળાઓની ક્વિઝ સ્પર્ધા યોજાઇ
તારીખ ૧૧ ફેબ્રુઆરીના રોજ  અંજાર-૧૧ ક્લસ્ટરની ધોરણ ૧ થી ૮ ની શાળાઓની ‘કૌન બનેગા જ્ઞાનપતિ’  ક્વિઝ સ્પર્ધાનું આયોજન શાળા નં-૧૪ માં કરવામાં આવ્યુ હતું.
અંજાર-૧૧ ક્લસ્ટરની પાંચ શાળાઓમાંથી ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો.ક્વિઝ સ્પર્ધામાં કુલ ત્રણ રાઉન્ડ હતા જેમાં પ્રથમ બે રાઉન્ડ સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ સંદર્ભે અને છેલ્લો રાઉન્ડ ધોરણ આઠ ના  અભ્યાસક્રમને લગતો હતો.

ક્વિઝ સ્પર્ધાનું સંચાલન સી.આર.સી.કો.ઓ. રજનીકાન્ત પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું.આ ક્વિઝ સ્પર્ધામાં શાળા નં-૩ વિજેતા અને શાળા નં-૧૪ રનર્સ અપ રહી હતી.ભાગ લેનાર તમામ બાળકોને ઇનામો અને પ્રમાણપત્રો આચાર્યા જલ્પાબેન ગોહિલના હસ્તે આપવામાં આવ્યાં હતાં.ક્વિઝ સ્પર્ધાના અંતે તમામ બાળકો અને શિક્ષકોએ આનંદ વ્યક્ત કર્યો હતો.

Wednesday 11 February 2015

અંજાર નગર પ્રા.શાળા નં-૧૭ ની પ્રવૃતિ

અંજાર ક્લસ્ટર-૧૧ અંતર્ગતની અંજાર નગર પ્રા.શાળા નં-૧૭ માં વિદ્યાર્થીઓએ સુરક્ષા સેતુ રથ નિહાળ્યો..ગુજરાત સરકાર દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે એ અંતર્ગત કચ્છમાં આવેલા સુરક્ષા સેતુ રથનું અંજાર નગર પાલિકાની શાળા નંબર-૧૭ માં આગમન થયેલ અને વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમો વિડીયો દ્વારા નિહાળેલ તથા પોલીસની કામગીરીથી વાકેફ થયા.








આ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓની સુરક્ષા અને તેમનામાં શિક્ષણની જાગૃતિ,છેતરપિંડી,છેડછાડ,સિનિયર સિટિજનની સુરક્ષા,સરકારના ફ્રી હેલ્પ લાઇન નંબરની માહિતી આપવામાં આવી હતી..સાથે સાથે બાળકોને પુસ્તિકા અને પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવેલ.શાળાના આચાર્યશ્રી મેહુલભાઇ દવે એ પોલીસ વિભાગનો આભાર માન્યો હતો..જેની કેટલીક લાક્ષણિક તસ્વીરો નીચે મુજબ છે...... 
નોધ :- અન્ય શાળાઓ પણ પોતાની નવિન પ્રવૃતિઓ kavirajni@yahoo.com પર મોકલાવશે તો અહિં સમાવવામાં આવશે..

બાળ શૈક્ષણિક દ્રશ્ય શ્રાવ્ય મહોત્સવ ૨૦૧૫ બાબત

        GIET, GCERT અને DIET ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી  23 અને 24 ફેબ્રુઆરી􀂎 – 2015 ના રોજ  બાળ શૈક્ષણિક દ્રશ્ય શ્રાવ્ય મહોત્સવનું આયોજન ગાંધીનગર ખાતે યોજાનાર છે.જેમાં ગુજરાતની પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો ઉપરાંત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ભાગ લઇ શકશે. જેના પરિપત્રો અને માહિતી નીચે મુજબ છે...જેના પર ક્લિક કરી ડાઉનલોડ કરો..


Saturday 7 February 2015

બી.આર.સી. ચિત્ર સ્પર્ધા પરિણામ

 તારીખ ૩૦ જાન્યુઆરીના રોજ તમામ શાળાઓમાં યોજાયેલ મહાત્મા ગાંધી અને સ્વચ્છતા અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલ ચિત્રોનું સી.આર.સી.કક્ષાએ પ્રદર્શન ૩ ફેબ્રુઆરી ના રોજ થયેલ.આ પ્રદર્શનમાં પ્રથમ ક્રમએ આવેલ ધોરણ ૧ થી ૫ , ૬ થી ૮ અને શિક્ષકોનાં ચિત્રોનું પ્રદર્શન બી.આર.સી.ભવન અંજાર ખાતે ૬ ફેબ્રુઆરીના રોજ યોજાયેલ જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે આવેલ ચિત્રોની માહિતી નીચે મુજબ છે.


ઉપરોક્ત વિજેતા તમામ બાળકો અને શિક્ષકોને બી.આર.સી. પરિવાર  અને તાલુકા  શિક્ષણ શાખા તરફથી ખૂબ ખૂબ અભિનંદન..... 

બી.આર.સી. ચિત્ર પ્રદર્શન -અંજાર

તારીખ ૬-૨-૨૦૧૫ ના રોજ બી.આર.સી.ભવન અંજાર ખાતે મહાત્મા ગાંધી અને સ્વચ્છતા અંતર્ગત ચિત્ર પ્રદર્શન યોજાયેલ જેમાં અંજાર તાલુકાની પ્રાથમિક શાળાઓમાંથી આવેલ સુંદર ચિત્રો નીચે મૂકેલ છે....

સ્વાઇન ફ્લુ અંગે માહિતી તથા સર્વે બાબત

         આપ સુવિદિત છો કે પાછલા કેટલાક સમયથી સ્વાઇન ફ્લુ જેવા જીવલેણ રોગે ભરડો લીધો છે..આ રોગ થી બચવા અને શાળા કક્ષાએ જરૂરી પગલાં લેવા તંત્ર દ્વારા પણ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
સ્વાઇન ફ્લુ વિશે માહિતી તથા તેનો કચ્છ જિલ્લાનો પરિપત્ર નીચે મુજબ છે...જેના પર  ક્લિક કરી માહિતી મેળવી શકો  છે.

1) સ્વાઇન ફ્લુ અંગે સર્વેનો કચ્છ જિલ્લાનો પરિપત્ર

2) સ્વાઇન ફ્લુ વિશે વધુ માહિતી આટે અહિ ક્લિક કરો.

3) સ્વાઇન ફ્લુ વિશે વધુ માહિતી માટેનું પાવર પોઇન્ટ પ્રેઝંટેશન


સ્વાઇન ફ્લુ અંગે જાગૃતિ







               (૧)    સ્વાઇન ફ્લુ અંગે જાગૃતિ માટે ખંભરાવાડી વિસ્તાર પ્રા.શાળા ખાતે એક બેઠક યોજાઇ જેમાં ડાયેટના લેક્ચરર શ્રી ભદ્રસિંહ વાઘેલા ,સી.આર.સી.કો.ઓ શ્રી મનજીભાઇ મહેશ્વરી , ગૃપ આચાર્ય શ્રી આર.ડી.મહેશ્વરી ,શાળાના આચાર્યશ્રી જુવાનસિંહ ચૌહાણ ,શિક્ષકો અને SMC ના સભ્યો તથા વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તમામને સ્વાઇન ફ્લુ અંગે માહિતી આપવામાં આવી હતી.
           






(૨) પાંતિયા પ્રા શાળા ખાતે પી.એચ.સી. રતનાલના રમેશભાઇ આહિર,શાળાના આચાર્યશ્રી અશ્વિનભાઇ ભટ્ટ , સિનુગ્રા સી.આર.સી.કો.ઓ શ્રી મનજીભાઇ મહેશ્વરી , શાળાના તમામ બાળકો અને શિક્ષકો તેમજ આશા વર્કર હાજર રહ્યા હતા.


Thursday 5 February 2015

સી.આર.સી.કક્ષાએ યોજાયેલ ચિત્ર પ્રદર્શન





મહાત્મા ગાંધી અને સ્વચ્છતા અંતર્ગત તારીખ ૩૦ જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ તમામ શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ ....શાળા કક્ષાએ થયેલ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ ૧ થી ૫ , ૬ થી ૮ અને શિક્ષકનાં ચિત્રોનું પ્રદર્શન સી.આર.સી. કક્ષાએ તારીખ ૦૩ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલ..
  સી.આર.સી.ભીમાસર ખાતે પ્રદર્શન નિહાળતા બાળકો









Friday 23 January 2015

મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા બાબતે

આપ સૌ સુવિદિત છો કે તારીખ ૨૯ જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ તમામ શાળાઓમાં મહા સફાઇ અભિયાન અને તારીખ ૩૦ જન્યુઆરી ૨૦૧૫ ના રોજ મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવાનું છે...એ સંદર્ભે થયેલ તમામ  પરિપત્રો અને માહિતી અહિં મૂકેલ છે.
જે ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો...

1.  રાજ્ય કક્ષા શિક્ષણ વિભાગનો પરિપત્ર
૨.  જિલ્લા પંચાયત ભૂજ નો પરિપત્ર
૩.  તાલુકા પંચાયત અને બી.આર.સી. અંજારનો પરિપત્ર
૪.  જિલ્લા પંચાયત ભૂજ નો પરિપત્ર

૫. ચિત્ર સ્પર્ધામાં દોરાવી શકાય તેવાં ચિત્રો (PDF File)
૬.  ચિત્ર સ્પર્ધામાં દોરાવી શકાય તેવાં ચિત્રો (PPT File)
૭. ચિત્ર સ્પર્ધા માર્ગદર્શિકા (PDF File)